શું કામ મારા ભાભીને ચૂંટણીમાં મત આપેલ નહીં તેમ કહી ભૂંડા બોલે ગાળો આપી દીધી ઢીકા પાટુનો માર મારી મૂઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામના પાદરમાં એક યુવાન પર આજ ગામના શખ્સએ હુમલો કરી ઢીકાપાટુ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની જેતપુર તાલુકા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ જેતપુર તાલુકાના બાવાપીપળીયામાં રહેતા સાગર લાલજીભાઈ ડોબરીયા ઉ.મ,30 એ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી ગામના પાદરમાં સાડા દસ વાગ્યા આજુબાજુ ગયેલ હોય ત્યારે ગામના આજ ગામના જયેશ ઉર્ફે ભૂરો બટુકભાઈ ગુજરાતી ત્યાં આવેલ અને કહેવા લાગેલ કે તમોએ ચૂંટણીમાં મારા ભાભીને મત દીધેલ નથી તેમ કહી ભૂંડા બોલી બોલાચાલી કરી ગાળો દેવા લાગેલ ત્યાર બાદ ફરિયાદએ ગાળો દેવાનીના પાડેલ અને ફરિયાદીને ધક્કો મારી દઈ ઢીકાપાટુનો મારમાંરેલ ત્યાર બાદ ત્યાથી ફરિયાદી ઘરે જતા રહેલ જ્યાં આરોપી જયેશ મારા ઘરે મને મારવા માટે અંદર લાકડી લઈને આવેલ ત્યારે ફરિયાદીના ઘરે તેમના પત્ની તેમજ ભાભી હાજર હોય આરોપીને ભૂંડા તેમજ ગાળો દેવાની ના પાડી ત્યારે ફરિયાદીને ઢીકા પાટુનો માર મારવા લાગેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ ત્યારે આરોપીના પત્ની તેમજ ભાભી વચ્ચે પડતા રેતી ના ભાભીના ડાબા હાથમાં લાકડી મારી દીધેલ તેવામાં બાજુમાં રહેતા પડોશીએ આરોપી યુવકને સમજાવતા પડોશીને પણ ભૂંડાબોલી ખુલ્લી ગાળો તેમજ ધમકી આપવા લાગેલ જેથી ફરિયાદે ગામના સરપંચ અરવિંદભાઈ ને ફોન કરે અને પોલીસને જાણ કરવાનું કહેતા આરોપી ફરિયાદીના ઘરે થી જતો રહેલ આ બાબતે ફરિયાદી સાગરભાઇ એ જેતપુર તાલુકા મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી
સાગરભાઇ એ નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે આરોપી જયેશ સામે આઇપીસી કલમ 323,504,506(2),452 જી.પી એકટ કલમ 135 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર