સત્તા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે જેતપુર તાલુકા પંચાયત પર બેઠા છે કબજો જમાવીને
પેટા
જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને મહિલા ઉપપ્રમુખ કામ હોય ત્યારે મળતા જ નથી
પેટા
આ બંને મહિલા સુકાનીઓના પતિદેવ અને ભાજપનો આગેવાન જ ચલાવે છે તે જેતપુર તાલુકા પંચાયતનો વહીવટ ??
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલાઓ બિરાજમાન છે. પરંતુ અહીં ઊલટો ઘાટ જોવા મળે છે. જેતપુર તાલુકાના બાવન ગામના લોકોને જેતપુર તાલુકા પંચાયતમાં ક્યારેય મહિલા પ્રમુખ ઉપપ્રમુખનો ભેટો થતો નથી. આ બંને મહિલાઓનાના બદલે અન્યો જેતપુર તાલુકા પંચાયતનું શાસન ચલાવતા હોવાનું જાણકારોમાં આક્ષેપ થયો છે.
પ્રજાનો આક્ષેપ ખરેખર સત્ય છે કે નહીં તે વાતની તપાસ કરતા બંને મહિલા પ્રમુખ ઉપપ્રમુખની ખુરશી પર એકના પતિદેવ અને બીજાની ખુરશીમાં જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ મુખ્ય ખુરશીઓ પર બિરાજમાન હોવાનું કેમેરામાં કેદ થઇ ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જેતપુર તાલુકા પંચાયતમાં કોનું શાસન છે ? નિમાયેલા મહિલા પ્રમુખ, ઉપપ્રમુખનું કે અન્યોનું ? તે વાતની રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસ કરાવીને ગેરકાયદે ખુરશી પર સત્તાનો કબજો જમાવી ચૂકેલા તત્વોને તાકીદે તાલુકા પંચાયતથી દૂર રાખવા જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.
આ અંગેની વાત એવી છે કે જેતપુર તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ તરીકે ધારાગૌરીબેન ક્યાડા તેમજ ઉપપ્રમુખ પદે કંચનબેન મકવાણા ચૂંટાઈ આવ્યા છે. પરંતુ આ બંને મહિલા પદાધિકારીઓની ક્યારેય તાલુકા પંચાયતમાં હાજરી જોવા મળતી નથી. જેતપુર તાલુકાના જાણકાર લોકો કહે છે કે જ્યારે જ્યારે જેતપુર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવે છે અને પ્રમુખ કક્ષાનું કોઈ કામ કરવાનું હોય ત્યારે આ બંને મહિલા પદાધિકારીઓ મળતા નથી.
પરંતુ તેમની જગ્યાએ એટલે કે તાલુકા પંચાયત પ્રમુખ ધારાગૌરીબેનની જગ્યાએ તેમના પતિ સુરેશભાઈ ક્યાડા અને ઉપ પ્રમુખ કંચનબેન મકવાણાની જગ્યાએ જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજી સરવૈયા જ અડીંગો જમાવીને બેઠા હોય છે. ઘણી વખત મહિલા પ્રમુખ ઉપપ્રમુખને અમુક પ્રશ્નો બાબતે ચર્ચા કરવાની થતી હોય છે.
પરંતુ આ બંને મહિલા પદાધિકારીઓની સતત ગેરહાજરી હોય અને જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં સુરેશ ક્યાડા અને વેલજી સરવૈયા જ કબજો જમાવીને બેઠા હોય અરજદારોમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ખરેખર તો જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં જે પ્રમુખ અને ઉપ પ્રમુખ બન્યા તેઓએ જ કચેરીમાં નિયમિત હાજરી આપવાની હોય છે. તેને બદલે સુરેશ ક્યાડા અને વેલજી સરવૈયાએ જેતપુર તાલુકા પંચાયત કચેરીને જાણે પોતાની ઘર ની પેઢી સમજી લીધી હોય તેમ દરરોજ પ્રમુખ પ્રમુખની ખુરશી ઉપર કબજો જમાવીને બેઠા હોવાથી પ્રબુદ્ધ નાગરિકોમાં રોશ સાથે અસંતોષ વ્યાપ્યો છે.
બોક્સ :
સમાજના લોકોને ઉતારી પાડવા વેલજી સરવૈયાનો હીન પ્રયાસ ?
જેતપુર : અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજી સરવૈયા તુન્ડ મિજાજી હોવાનો અરજદારોમાં કચવાટ સંભળાઈ રહ્યો છે. આ વ્યક્તિ પોતાના સમાજનાં લોકોને હંમેશાં ઉતારી પાડવાની પ્રેરવી કરતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
તાજેતરમાં જ પોતાના ખાંટ રાજપૂત સમાજના અમુક નાના નાના આગેવાનો કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હોય અને તે મતલબની પત્રિકામાં રાજકીય આગેવાનોના નામ લખતા વેલજી સરવૈયાએ પોતાના સમાજના નાના લોકોને મદદ કરવાને બદલે ઉતારી પાડીને બોલ્યા હતા કે તમે આમંત્રણ પત્રિકામાં ગમે તેના નામ લખો એટલે થોડા આવી જવાના !!
ખરેખર આ સમયે આયોજકોનો ઉત્સાહ બિરદાવો જોઈએ તેને બદલે વેલજી સરવૈયા પોતાના સમાજના લોકોને ઉતારી પાડવા સતત પ્રયાસ કરતા હોવાના આક્ષેપો થયા છે.
બોક્સ :
જેતપુર તાલુકા ભાજપના પ્રમુ ના ભત્રીજા સામે પોલીસમાં છેડતીનો ગુનો
જેતપુર : હું ખાટ રાજપુત સમાજ નો આગેવાન છું તેવી વાત સાબિત કરવા માટે સતત હવાતિયાં મારતા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજી સરવૈયાનો ભત્રીજો તાજેતરમાં જ વિરપુર પોલીસ મથકમાં એક યુવતીના છેડતી પ્રકરણમાં ગુનેગાર બન્યો છે. પોતાના કાકા ભાજપમાં હોવાથી લાંબા સમયથી ભત્રીજો પોલીસ પકડથી દૂર છે જાણકાર લોકો કહે છે કે આ જગ્યાએ જો કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ ઉપર ગુનો નોંધાયો હોત તો ઘડીના છઠ્ઠા ભાગમાં આરોપીને પકડી લીધો હોત
પરંતુ કાયદા સાથે સંકળાયેલ અને શાળા વહીવટ સાથે સંકળાયેલા આ શખ્સને હજુ સુધી પોલીસ પકડી શકી નથી. આ વાતમાં ભાગતા ફરતા વેલજી સરવૈયાના ભત્રીજાને પોલીસનો ચારે તરફથી ટેકો હોવાથી ફરિયાદી યુવતીના વાલીઓને યેનકેન પ્રકારે તેઓની ફરિયાદ બાબતે ન્યાય મળતો નથી.
ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ છેડતીના ગુનાના આરોપીને તાકીદે પકડીને વીરપુરમાં કોઈ ઘડા રૂપ કામગીરી કરવી જોઇએ તેવુ જાગૃત લોકો કહે છે.
હરેશ ભાલીયા જેતપુર


