પોલીસે જુદા જુદા દરોડામાં જેતપુરના સુદામાનગરમાં તેમજ જૂની સાંકળી ગામે રહેણાંક મકાનમાં જૂગાર રમતા કુલ ૧૬ શકુનીઓને ઝડપી પાડયા હતા
જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં તાલુકા તેમજ સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા શહેરના સુદામાનગર વિસ્તારમાં ૮ તેમજ તાલુકાના જૂની સાકળી ગામમાંથી પોલીસે જૂગારની રેડ કરી ૮ શખ્સોને ઝડપી પાડયા હતા.
બનાવની વિગતો મુજબ તાલુકા પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે જૂની સાંકળી ગામે રહેતો દિનેશ મકવાણા પોતાના રહેણાંક મકાનમાં જૂગારનો અખાડો ચલાવતો હોય રેડ કરી તીનપતીનો જૂગાર રમતા પરેશ ભીખાભાઇ વરૂ, લાલજી કુંભાભાઇ વરૂ, ધીરૂ ભાયાભાઇ વરૂ, દેવશી પોપટભાઇ વરૂ, ધવલ કનુભાઇ પંડયા, રાજેન્દ્ર ઉર્ફે અંકીત કનુભાઇ પંડયા, પરસોતમ નાગજીભાઇ ભંડેરી તથા મકાન માલીક દિનેશ વજુભાઇ મકવાણાને રોકડા રૂા. ૧પ૪૩૦ તથા મોબાઇલ ફોન નંગ ૨ જેમની કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રપ,૪૩૦ ના મુદામાલ સાથે ૮ શખ્સોને ઝડપી પાડેલ.
જયારે અન્ય રેડમાં શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન સુદામાનગર વિસ્તારમાંથી પસાર થતા ગરબી ચોક, સરસ્વતી સ્કુલ પાસે જાહેરમાં જૂગાર રમતા હોય રેડ કરી વૃજલાલ ઉર્ફે વજુ ભાણજીભાઇ ચાવડા (રહે. સુદામાનગર) ગફાર જુસબભાઇ ડબગર (રહે. લાદી રોડ, નગીના મસ્જીદ પાસે) અનિલ કાળુભાઇ મકવાણા (રહે. બાપુની વાડી) અમૃત મગનભાઇ સોલંકી (રહે. નકલંક આશ્રમ પાસે) ફિરોજ હારૂનભાઇ પરમાર (રહે. રોશનશાપીર શાક માર્કેટ) હરસુખ કાળુભાઇ મકવાણા (રહે. બાપુની વાડી), અશોક આલાભાઇ પરમાર (ધોરાજી રોડ) મનસુખ ઉર્ફે મનુ ચાવડા (રણુજા સોસાયટી) આઠે શખ્સોને રોકડા રૂા. ૧૦,પ૬૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી


