Gujarat

જેતપુર માર્કેટિંગ યાર્ડ પર જણસીની ખરીદી સ્થગીત રાખવામાં આવી કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે બંધ રહેશે

ભર શિયાળે થયેલા કમોસમી વરસાદના પગલે જેતપુરના ખેડૂતો મૂશ્કેલીમા મૂકાયાં છે. કમોસમી વરસાદના પગલે કપાસ,ધાણા,ચણા, સહિતના પાકમાં ભારે નુકશાની જઈ શકે છે. આ સિવાય રાયડા સહિતના  પાકમાં પણ નુકશાની જશે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે આજ રોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક  કમોસમી છાંટા પડ્યા હતા..
 હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી વરસાદ-માવઠા થવાની સંભાવના હોવાથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં  મગફળી ,કપાસ સહિતની ખરીદી સ્થગીત કરવામાં આવી  છે.
હાલમાં ખેડુતો મગફળી અને અન્ય જણસોની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા એકાદ દિવસથી હવામાનમાં પલટો આવતા કમૌસમી વરસાદ પડવાની સંભાવના જોતા હાલ પુરતા તકેદારીના ભાગરૂપે આ ખરીદી સ્થગીત રાખવામાં આવેલ છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ અગાહીના પગલે જણસો વેચવા આવતા ખેડુતોની જણસો અને યાર્ડમાં પડેલ ખેતરપેદાશો પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે ખરીદી બંધ રખવામાં આવી શે.તેમજ ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે પણ સ્થગિત રાખવામાં આવી છે.વરસાદી વાતાવરણ હશે તો હજુ પણ ખરીદી બંધ રાખવામાં આવશે અને વાતાવરણ ચોખ્ખુ થયે પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220106-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *