ગ્રામજનોએ નિષ્ઠાથી ફરજ બજાવીને દેશનું રક્ષણ કરનાર આર્મીમેનનો ગૌરવની લાગણી સાથે ખુલી જીપમા બેસાડી ગામમા ફૂલેકુ નીકળ્યું આર્મીમાં નિષ્ઠાથી 26 વર્ષ ફરજ બજાવ્યા બાદ નિવૃત થઈને માદરે વતન જેતલસર ગામે પરત ફરેલા આર્મીમેનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું
નિવૃત આર્મીમેન નાં જણાવ્યા મુજબ પોતાની 26 વર્ષ ની ફરજમાં નવ વર્ષ જમ્મુ કાશ્મીર આસામ દેહરાદૂન ચંડીગઢ અમદાવાદ સહીત પોતાની ફરજ નિભાવેલ અને વતન વાપસી આવેલ પોતે જણાવેલ કે યુવાનો ને ફોઝ મા જોડાવું જોઈએ અને દેશ ની રક્ષા કરવી જોઈએ અને જો કોઈ યુવાન ને જોડાવું હોઈ તો પોતે બધુજ માર્ગદર્શન આપશે તેવું જણાવ્યુ
હતું. ગ્રામજનોએ ગૌરવની લાગણી સાથે આ યુવાન ફોજી નું ગામમાં વરઘોડો કાઢીને ખુશી વ્યક્ત કરી હતી.
જેતપુર તાલુકાના અકાળા ગામના રહેવાસી અને છેલ્લા દસ વર્ષ થી જેતલસર ગામે રહેતા અરવિંદભાઈ ભીખાભાઇ મકવાણા દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયા હતા. આર્મીમાં નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ તેઓ 26 વર્ષે નિવૃત થતા પરત પોતાના ગામ પહોંચતા ગ્રામજનોએ તેઓના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. જેમાં ગામના નાના બાળકો થી લઈને મોટા વડીલો સૌ કોઈએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ગ્રામજનોએ નિવૃત આર્મીમેનનું ગૌરવની લાગણી સાથે ખુલી જીપ મા બેસાડી ગામમા ફેરવી યાવહતા અરવિંદભાઈ ના આગમનથી ગામમાં જાણે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ સર્જાયો હતો.


