ડભોઇ
ડભોઇ તાલુકાના અકોટી અને સોમપુરા જવાના આંતરિક માર્ગ પર આવેલા ખેતરની બાજુના એક ખાડામાં એક દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. રાહદારીએ જાેઈ સત્વરે ડભોઇ વનવિભાગને જાણ કરતા તંત્ર સત્વરે ત્યાં જઈ પંચનામુ કર્યું હતું. મરણ થયેલ દીપડાના શરીર પર કોઈપણ પ્રકારના ઇજાના ચિન્હો ન હતા.એટલું જ નહીં કુદરતી મોત થયુ હોય દીપડાનું પંચનામું કરી તેને પીએમ માટે પણ મોકલી આપેલ છે. તેવી રીતે તિલકવાડા તાલુકામાં પણ ઉતાવળી નજીક દોઢ વર્ષીય દીપડાનું અકસ્માત થવાના કારણે મોત નિપજ્યું છે. પ્રાથમિક પીએમ જાેતા અકસ્માતના કારણે શ્વાસ નળી તૂટી જવાથી દીપડાનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.
