ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર દ્વારા સંચાલિત અનુસુચિત જાતિ પૈકી તુરી બારોટ કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક યોજના અન્વયે વહીવંચા તાલીમ શિબિરનું આયોજન જામનગર ખાતે થનાર છે.જેમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪,રૂમ નંબર-૪૨,રાજપાર્ક પાસે,જામનગર ખાતે તા.૦૨/૦૨/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નંબર-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવાયુ છે.
