Gujarat

થલસેનામાં જોડાવા ઈચ્છુક યુવાનોએ તા. ૩ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે  

આગામી તારીખ ૨૦  ઓક્ટોબર થી ૧૨ નવેમ્બર દરમિયાન રાજકોટ ખાતે થલસેનામાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે લશ્કરી ભરતી મેળો યોજાશે. જેનું રજીસ્ટ્રેશન તારીખ 3 સપ્ટેમ્બર સુધી થઈ શકશે.

જૂનાગઢ જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજજવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી આગામી તારીખ ૨૦ સપ્ટેમ્બર થી ૧૨ નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટેકનિકલ, અગ્નિવર્ષ સોલ્જર ક્લાર્ક/ સ્ટોર કીપર,અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન (હાઉસકીપર અને મેસકીપર સીવાય) તેમજ અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન હાઉસ કીપર અને મેસ કીપર કક્ષાઓ માટે થલસેના ભરતી કાર્યાલય જામનગર દ્વારા લશ્કરી ભરતી મેળો યોજાનાર છે.

પ્રસ્તુત ભરતી મેળામાં તારીખ  ૧/૧૦/૧૯૯૯ થી તારીખ ૧/૪/૨૦૦૫  વચ્ચે જન્મેલા તેમજ ભરતીની કક્ષાવાર નક્કી કરવામાં આવે શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત પુરુષ ઉમેદવારો ભરતી મેળામા ભાગ લઈ શકશે.

 આ લશ્કરી ભરતી મેળામાં ઉમેદવારી નોંધાવવા ઓનલાઇન માધ્યમથી નિયત વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરેલું ફરજિયાત છે. ઓનલાઇન  રજીસ્ટ્રેશન તા. ૩ સપ્ટેમ્બર સુધી થઈ શકશે. થલસેનામાં જોડાવા ઈચ્છુક યુવાનોએ  રજીસ્ટ્રેશન તેમજ થલસેના ભરતી મેળા વિષયક  માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ તેમજ થલ સેના  ભરતી કાર્યાલય હેલ્પલાઇન નંબર ૦૨૮૮ – ૨૫૫૦૭૩૪ તથા મો નં- ૮૮૬૬૯૭૬૧૮૮  મારફત સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *