Gujarat

 થવા નુતન ગ્રામ વિદ્યાપીઠની વિધાર્થીએ ગોલ્ડ મેડલ જીત્યો

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા ગામે કાયૅરત નુતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં યોજાયેલી ઇન્ટર કોલેજ યુનિવર્સિટી બોક્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટીની કુલ ૩૦૦ કોલેજોમાંથી ટી.વાય.બી.આર.એસ.ની વિદ્યાર્થિની પરમજીત કૌરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.વિદ્યાર્થિની ખેલ મહાકુંભમાં બોક્સિંગમાં લગાતાર સારૂ પ્રદર્શન કરીને છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં પ્રથમ નંબરે રહેતા નેશનલ કક્ષાએ ગત વર્ષે પણ ગઈ હતી.તેવી જ રીતે  એસ.વાય.બી.આર.એસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવ ગરાસિયાએ બોક્સિંગ સ્પર્ધામાં બીજો ક્રમ હાંસલ કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.બંનેએ અમારી નુતન ગ્રામ વિદ્યાપીઠનું ગૌરવ વધારતા ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા આનંદ-ગૌરવની લાગણી પ્રસરી જવા માંડી હતી.

IMG-20220908-WA0153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *