Gujarat

દમણ નર્સિગ કોલેજના મહિલા પ્રિન્સિપાલ ૪ દિવસથી ગુમ

વલસાડ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની સરકારી મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે મણીમરન સી. છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવે છે અને સેલવાસ ખાતે રહે છે. તેમના પતિ પુડુચેરીમાં રહે છે. મહિલા પ્રિન્સિપાલ ૨૮ ફેબ્રુઆરીના રોજ ઘરેથી કોલેજ જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થઇ ગયા છે. જે અંગે તેમના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે વાપી દમણની સરહદ પર આવેલા તરકપારડી ગામ પાસે અવાવરું જંગલ વિસ્તારમાં એક કારમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. જે કાર અને લાશ મહિલા પ્રિન્સિપાલની હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે સેલવાસ પોલીસે એક શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સંપૂર્ણ હકિકત બહાર આવશે. જાેકે, આ લાશ મહિલા પ્રિન્સિપાલની છે કે નહીં તેની હજુ કોઇ પૃષ્ટી થઇ નથી.સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મણીમરન સી. છેલ્લા ચાર દિવસથી ગુમ છે. ચાર દિવસ પહેલા ‘નર્સિંગ કોલેજ જાવ છું’ કેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ કોલેજ પહોંચ્યા ન હતા. જે ગુમ થયાની તેમના પતિએ સેલવાસ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. વાપી દમણની સરહદ પર આવેલા તરકપારડી ગામ પાસે અવાવરું જંગલ વિસ્તારમાં એક કારમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. જે લાશ મહિલા પ્રિન્સિપાલની હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે પોલીસે એક શકમંદની અટકાયત પણ કરી છે. જેની પૂછપરછ બાદ હકિકત સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *