Gujarat

દરિયાપુરની વિજયા બેંકના સ્ટ્રોંગરૂમમાંથી ૯.૭૫ લાખની ચોરી

અમદાવાદ
દરિયાપુરમાં સ્થિત વિજયા બેંકના મેનેજર અનિલ પેટલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારી બેંકનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે. બેંકમાં મારા સહિત બે ક્લાર્ક, એક કેશિયર, બે પટાવાળા તથા એક વોચમેન નોકરી કરે છે. બેંકમાં દરરોજ સવારે કેશિયર હસમુખભાઈ પટેલની હાજરીમાં પટાવાળા બિપિનભાઈ પટેલ બેંક ખોલે પછી જ અન્ય લોકોને એન્ટ્રી મળે છે. રોજ સાંજે મારી હાજરીમાંજ પટાવાળા બિપિનભાઈ બેંકને તાળુ મારતા હોય છે. ત્યાર બાદ હું તથા તમામ સ્ટાફ ઘરે જતાં હોઈએ છીએ. બેંકના શટરની ચાવી બંને પટાવાળા પાસે રહેતી હોય છે. ૩૦ ડિસેમ્બરે સાંજે બેંકનું કામ પુરુ થતાં અમારી હાજરીમાં બેંકમાં રહેલી તમામ કેશની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે બેંકમાં કુલ ૧.૬૦ કરોડ રૂપિયાની કેશ હતી. તેમાંથી મોટી નોટો બેંકના લોકરમાં મુકવામાં આવી હતી અને નાના દરની નોટો લોકરની બાજુની તિજાેરીમાં મુકવામાં આવી હતી. લોકરની ચાવી મારી પાસે રહે છે અને તિજાેરીની ચાવી કેશિયર હસમુખભાઈ પાસે રહે છે. જેથી બંને જગ્યાએ તાળું મારીને અમે સાથે ઘરે ગયા હતાં. ૩૧મીએ સવારે જ્યારે બેંકમાં જવા ઘરેથી નીકળ્યો ત્યારે બેંકના પટાવાળા વિમલભાઈનો ફોન આવ્યો હતો કે બેંકના શટરના તાળા તૂટેલાં છે. આ ફોન આવ્યા બાદ તરત બેંકના કેશિયર હસમુખભાઈને ફોન કર્યો હતો. અમે બેંકમાં જઈને જાેયું તો અમે નાની નોટો જે તિજાેરીમાં મુકીએ છીએ તે તિજાેરીનો દરવાજાે વચ્ચેના ભાગેથી વળી ગયો હતો. પરંતુ જ્યાં મોટી નોટો મુકીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી નથી થઈ. જેથી તાત્કાલિક અને પોલીસના કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો. પોલીસ તરત બેંક પર આવી ગઈ હતી અને પોલીસની હાજરીમાં અમે કેશની ગણતરી કરી હતી. તેમાંથી ૫૦ રૂપિયાના દરની ૯.૭૫ લાખની નોટો ચોરાઈ ગઈ હતી. બેંકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં વર્ષના અંતિમ દિવસોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસ રાત્રિ કર્ફ્‌યૂનું કડકપણે પાલન કરાવી રહી છે. બીજી બાજુ લૂંટ અને ચોરીના બનાવો પણ પોલીસની ઊંઘ બગાડી રહ્યાં છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજયા બેંકમાંથી ૯.૭૫ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. દરિયાપુર પોલીસને શુક્રવારે ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ગુનેગારોને પકડા ચકરો ગતિમાન કર્યા છે.

9.75-lakh-was-stolen-from-Vijaya-Banks-strongroom.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *