*દાંતા ડેપ્યુટી સરપંચ તરીકે વીરેન્દ્ર સિંહ બડગુર્જરની બિનહરીફ વરણી થતા ગામ માં ખુશી ની લહેર*
તાલુકા મથક દાંતા ની તાજેતર ની ગ્રામ પંચાયત ની ચુંટણી માં હરપાલ સિંહ તેમજ વિરેન્દ્રસિંહ ની પેનલ જંગી બહુમતી સાથે વિજય બન્યા હતા જેને લઇ ગુરુવાર ના રોજ ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી તેમજ સરપંચ ને પદગ્રહણ કરવાનું હતું જ્યા મોટી ગ્રામપંચાયત અને તાલુકા મથક ની મુખ્ય પંચાયત માં વિરેન્દ્ર સિંહ બડગુજર ને બિનહરીફ ચૂંટાઈ આવતાં ગામ માં ખુશી ની લહેર સર્જાવા સાથે ગામ ના વિકાસ માટે ગામ વાસીઓ ને આશા ની કિરણ દેખાઈ હતી પદ ગ્રહણ સમારોહ માં દાંતા યુવરાજ રિદ્ધિ રાજ સિંહ તેમજ મહારાજ સાહેબ પરમવીર સિંહજી ની વિશેષ ઉપસ્થિતિ પ્રથમ વાર બની હતી ગામ ના નાગરિકો ને પાયા ની સુવિધાઓ આપવાની તેમજ વિરોધ નહીં વિકાસ નો રાહ ચિંધવાની સરપંચ હરપાલ સિંહ દ્વારા ખાત્રી આપવામા આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


