આણંદ
કરમસદ ખાતે રહેતી યુવતીના લગ્ન ૧૦ એપ્રિલ ૨૦૦૯ના રોજ ચિખોદરા ચોકડી પાસે આવેલા પાર્ટી પ્લોટની સામે રહેતા હિરેન ચન્દ્રકાન્તભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ અડાસ ખાતે રહેતા હતા. આ દરમિયાન સુખી દાંપત્યજીવન ચાલતું હોઈ પરિણીતાને ખોળે બે જાેડીયા બાળકોનો જન્મ થયો હતો. જે બાદ પતિની મુંબઈના પાલઘર ખાતે પીવીસીની ફેક્ટરી હોય દંપત્તિ અડાસથી મુંબઈના પાલઘર ખાતે રહેવા ગયા હતા. જાેકે, પતિને દારૂ પીવાની તેમજ જુગાર રમવાની ટેવ પડી ગઈ હોય ૨૦૧૮માં પરત આણંદ રહેવા આવી ગયા હતા. આ દરમિયાન પતિ દ્વારા નાની-નાની વાતોમાં તેણી ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેમાં સાસુ જયશ્રીબેન દ્વારા ચઢવણી કરતા તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો.અહીં પણ પતિની આદતો છૂટતી નહોતી વળી વારંવાર પરિણીતાને હેરાન કરી પતિ પરિણીતા પાસે પીવીસી ફેક્ટરી નાંખવા માટે પીયરમાંથી દશ લાખ રૂપિયા લઈ આવવાની માંગણી અને દબાણ કરતો હતો. પરિણીતાના પિતા ન હોઈ તેમજ માતા અને ભાઈ પાસે આટલી મોટી રકમની માંગ ના સંતોષાતા પતિએ તેણીને મારઝુડ કરી બે સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી પીડિત પરિણીતા ની ફરિયાદ આધારે આણંદ મહિલા પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ ચિખોદરાના જુગાર અને દારૂના રવાડે ચઢેલ પતિએ ફેકટરી નાખવા પૈસા ન આપતા બે સંતાનો સાથે પત્નીને પિયરમાં કાઢી મૂકી છે. કરમસદ ખાતે પિયરમા રહેતી પરિણીતાએ દારૂ-જુગારની લત્તે ચઢેલા પતિએ સાસુની ચઢવણીથી અસહ્ય શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ આધારે આણંદ મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


