દિવના ઘોઘલા ખારવા સમાજનો યુવાન પોતાની બે પુત્રીઓ સાથે દેશ વિદેશમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ લઈને ચાર દેશની સાયકલ યાત્રા પુર્ણ કરીને દિવ પરત ફરતાં ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશ દિવના ઘોઘલા ગામનો દરિયા ખેડૂ યુવાન અનિલભાઈ ચૌહાણ તેમની બે પુત્રીઓને શ્રેયા અનિલભાઈ સાત વર્ષની અને યુક્તિ અનિલભાઈ ચાર વર્ષની બાળકીઓને સાથે લઈને નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પ્લાસ્ટિકથી થતું નુકશાન જેમકે રસ્તા ઉપર ખુલ્લામાં પ્લાસ્ટિક નાખવાથી ગાયો ખાઈ જવાથી મૃત્યુ પામે તેથી પ્લાસ્ટિકને યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નાખીને સ્વછતા પણ જાળવીને દેશ સ્વચ્છનું મિશન પર સાયકલ યાત્રાએ દેશને પ્લાસ્ટિકના પ્રદુષણથી મુક્ત કરવા લોકોને ચા ની લારીઓ, કરિયાણાની દુકાનો, સ્કુલ, કોલેજોમાં પ્રવચન આપી પ્લાસ્ટિકથી થતું નુકશાન વિશે તેમજ લોકોને જન જાગૃતિ અભિયાન દ્વારા સંદેશ આપી પ્લાસ્ટિકથી થતાં નુકશાનની જાણકારી આપી આ સાયકલ યાત્રાથી સમાજનું ગૌરવ વધાર્યું.
આ બાબતે તેમણે જણાવેલ કે દેશ સ્વચ્છ તો જનતા સ્વચ્છ રહેશે. પ્લાસ્ટિક મુક્ત ભારતની પ્રેરણા સ્કુલમાં શિક્ષકો દિવ મુલાકાત દરમ્યાન દરિયા કિનારેથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરતાં અને અભ્યાસ દરમિયાન શિક્ષકોના સ્વચ્છતા અભિયાનના પ્રવચનથી મારૂ મિશન આદર્યું. પ્લાસ્ટિકથી થતું પ્રદુષણ વિશેની વિસ્તૃત જાણકારીથી મને એક વિચાર આવ્યો કે મારી બન્ને પુત્રી ઓને લઈને એક જાન્યુ.2022 ના રોજ મારી સાયકલ યાત્રા શરૂ કરી હતી. તેથી આવનારી પેઢીના લોકોને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ લઈને ચાર દેશની સફળ સાયકલ યાત્રા પુર્ણ કરીને દિવ પરત ફરતાં ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડીયા, જય અંબે મિત્ર મંડળના આગેવાનો ભવ્યેશ ચૌહાણ તેમજ વિવિધ સામાજીક સંસ્થા ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માનિત કરી ખારવા સમાજને ગૌરવંતીત કરવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો.
.


