ઊના ગીરગઢડા રોડ પર આવેલ વડવીયાળા ગામ પાસે રસ્તા પર અચાનક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોને ઇજા થતા ઇમરજન્સી ૧૦૮ માં ઉના સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વડવીયાળા ગામ પાસે અચાનક બે બાઇકનો અકસ્માત સર્જાયેલ હતો. જેમાં મનોજભાઇ દોમડીયા રહે.વડવીયાળા, સંજયભાઇ મહેશભાઇ રહે.મેંદરડા તેમજ રાજુભાઇ ચોથાણી રહે.આંકોલવાડી આ બન્ને યુવાનોને ઇજા પહોચતા તાત્કાલીક ૧૦૮માં સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
