ઊનાના ભાચા ગામે મારૂ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા સમુહલગ્ન સમારોહ તા.૬ નવે.ને રવિવારના રોજ ભાચા ગામે આવેલ બી એમ નાંડોળા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે. આ સમુહલગ્ન સમીતીના પ્રમુખ મણીભાઇ નંદવાણા તેમજ સમસ્ત મારૂ કુંભાર સમાજના પ્રમુખ પ્રકાશભાઇ ટાંક દ્રારા ત્રીસમો સમુહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરેલ છે. આ મંગલમય પ્રસંગે નવદંપતિઓ સપ્તપદીના સાતફેરાફરી લગ્ન જીવનની શરૂઆત કરશે.
