દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે શાળાની ૧૩ થી ૨૦ વર્ષની દીકરીઓને મફત હિમોગ્લોબીન ચેકઅપ અને દવા વિતરણનો કાર્યક્રમ બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલ ખાતે સવારે ૧૧ કલાકે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,ચલામલી બ્રહ્માકુમારીના સંચાલિકા સેજલબેન,વણઘા ચલામલી કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ,મંત્રી ચંદ્રવદનભાઈ પટેલ,જિલ્લા ડોક્ટર સેલના પ્રમુખ ડો.સ્નેહલભાઈ રાઠવા,સભ્ય ડો.જીગ્નેશભાઈ પંડ્યા,છોટાઉદેપુર જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલ,કાશીપુરા સરપંચ અને તાલુકા મહિલા મોરચા મહામંત્રી જલ્પાબેન પટેલ,કોસીંદ્રા સરપંચ વૈશાલીબેન પંચાલ,વણઘા સરપંચ રમણભાઈ નાયક,તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,કબીર લેબ,નમ્ર લેબ,શ્રીજી લેબ,ક્લિનિકલ લેબના પ્રતિનિધિઓ પ્રદીપભાઈ,અનિલભાઈ,ધ્રુવભાઈ,શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય,સ્વાગત પ્રવચન,આમંત્રિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન શાળા પરિવાર ઘ્વારા કરવામાં આવ્યું હતું.હાઇસ્કૂલની ૧૦૦ થી વધુ દીકરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટ કરી મફત દવા આપવામાં આવી હતી.શાળા પરિવારે તમામ આમંત્રિત મહેમાનો અને સેવાર્થીઓનો આભાર પ્રગટ કર્યો હતો.વિદ્યાર્થીનીઓને છોટાઉદેપુર મીડિયા સેલ ઘ્વારા મહાનુભાવોના હસ્તે બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

