જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૪-૦૭-૨૦૨૨ના રોજ વિસાવદર આઇ.ટી.આઇ. ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી નોકરી દાતાઓ પાસેથી જુદી જુદી ખાલી જગ્યાઓ માટે તા.૧૪-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આઇ.ટી.આઇ. વિસાવદર મોણિયા હેડ વર્કસ સામે, ધ્રાફડ કોલોની, બસ સ્ટેન્ડ, જૂનાગઢ રોડ વિસાવદર ખાતે ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પોતાના તમામ અસલ સર્ટિફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા (આધાર કાર્ડ પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે અને સમય સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે.
વધુમાં જો ઉમેદવારોએ અનુબંધમ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો WWW.anubandham.gujarat.gov.in પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી અને સ્નાતક તથા આઇ.ટી.આઇ તેમજ ડીપ્લોમાં પાસ લાયકાત ધરાવતા તેમજ વય ૧૮ થી ૩૦ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે. નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર ન રહેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
