નડિયાદ
માતર તાલુકાના સંધાણાના મલેકવાડામાં રહેતા મહંમદમિયાં અહેમદમિયાં મલેકના પિતા તથા કાકાની ૭ વિઘા જેટલી જમીન આ ગામની સીમમાં આવેલી છે. આ જમીનમાંથી તેમને વારસાઈમાં ભાઈઓના ભાગે આવેલી બ્લોક સર્વે નં?. ૬૭૬ પૈકી ૭૯.૧૯ ગુઠા જેટલી જમીન પૈકી ૨૭.૮૬ ગુઠા જમીન પર અન્ય લોકો કબ્જાે જમાવી ખેતી કરી રહ્યા છે. જેમાં ગામના મહેમુદાબીબી હુસેનમિયા મલેક, સિરાજમિયા મહંમદમિયાં મલેક, સમિરહુસેન સિરાજમિયા મલેક, સબિરમિયા સિરાજમિયા મલેક અને સાજીતમિયા સિરાજમિયા મલેકે ગેરકાયદેસર આ જમીન પચાવવાના ઈરાદે અડીંગો જમાવ્યો છે. જમીનના ૭/૧૨ના ઉતારા પણ મહંમદમિયાં અહેમદમિયાં મલેક તથા તેમના ભાઈઓના નામે ચાલે છે. આમ છતાં પણ ઉપરોક્ત ૨૭.૮૬ ગુઠા જમીન પર કબજાે જમાવતા લોકોએ ફરિયાદીને જમીન પરત ન આપતાં કંટાળીને મહંમદમિયા મલેકે કલેક્ટર કચેરીમાં અરજી આપી હતી. આ બાદ માપણી કરવાનો હુકમ થતા જમીનની માપણી કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત તમામ લોકોએ ગેરકાયદેસર રીતે કબજાે સંભાળ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમને જમીન પરનો કબ્જાે છોડવા લેખિત જાણ પણ કરાઈ હતી, પણ કબ્જેદારો ગણકારતા નહોતા. તો વળી ફરિયાદી જ્યારે આ જમીન પર જાય ત્યારે તેમને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આથી મહંમદમિયા અહેમદમિયા મલેકે ગત ૨૬ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ કલેક્ટર કચેરી ખાતે અરજી આપી હતી. જેના સંદર્ભે ખરાઈ કરાવી અને દસ્તાવેજી પુરાવા જાેતા ઉપરોક્ત ૫ લોકો જમીન પચાવવાના આશયથી કબ્જાે જમાવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી કલેક્ટરે હુકમ કરતા ફરિયાદી મહંમદમિયા અહેમદમિયા મલેકે માતર પોલીસ મથકે પોતાની જમીન પર ગેરકાયદેસર કબ્જાે જમાવતા મહેમુદાબીબી હુસેનમિયા મલેક, સિરાજમિયા મહંમદમિયા મલેક, સમીરહુસેન સિરાજમિયા મલેક, સબીરમિયા સિરાજમિયા મલેક અને સાજીતમિયા સિરાજમિયા મલેક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩, ૪,(૩),૫(ષ્ઠ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં ખોટી રીતે જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાઈ છે. માતરના સંધાણામાં પણ જમીન પચાવી પાડવાના ઈરાદે કબ્જાે જમાવી બેઠેલા ૫ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માતર પોલીસમાં નોંધાવા પામી છે.
