Gujarat

નર્મદા જીલ્લામાં તા.૧૦-૧૧/૦૭/૨૦૨૨ ના રોજ મુશળધાર વરસાદના કારણે નદી નાળા બે કાંઠે છલકાઈને વહેતાં તથા કોઝ-વે ઉપરથી પાણી ઓવરફ્લો થતાં જેમાં કોઈ જાનહાનિનો બનાવ ન બને તે માટે શ્રી પ્રશાંત સુંબે

નર્મદા જીલ્લામાં તા.૧૦-૧૧/૦૭/૨૦૨૨ ના રોજ મુશળધાર વરસાદના કારણે નદી નાળા બે કાંઠે છલકાઈને વહેતાં તથા કોઝ-વે ઉપરથી પાણી ઓવરફ્લો થતાં જેમાં કોઈ જાનહાનિનો બનાવ ન બને તે માટે શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક,નર્મદાનાઓએ જીલ્લાના ડી.વાય.એસ.પી. તથા બીજા સિનિયર અધિકારીઓ સાથે આ કુદરતી આફતમાં જાનમાનને મોટું નુકશાન ન થાય તે માટે નદી કાંઠાંઓ, નાળાઓ અને કોઝ-વે ઉપર પૂરતો બંદોબસ્ત રાખવા સુચના આપી તથા સતત પેટ્રોલિંગ ફરી ઝાડ તથા વીજ પોલ પડી જવા જેવા બનાવોની તાત્કાલિક જે તે વિભાગને જાણ કરવા સુચના કરવામાં આવેલ.તેમજ નદી નાળા, કોઝ-વે ખાતે જળસ્તર વધતાં નીંચાણવાળા વિસ્તારોમાં અફરા-તફરી ન ફેલાય અને સમયસર આ વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર યોગ્ય રીતે થાય તે જોવાં સુચના કરી. તેમજ આ કુદરતી આફત દરમ્યાન ભરવાનાં તમામ  યોગ્ય પગલાં ભરવા સુચના કરવામાં આવી.

FB_IMG_1657543033202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *