અમદાવાદ
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલું ૬૨ વર્ષ જુના સરદાર પટેલ સ્ટેડિયમને ૨૦મી સદીના હેરીટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલિસ્ટ ૨૦૨૦માં કરવામાં આવ્યો છે. જેથી હવે આખું રીનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રૂ.૫૦ કરોડના ખર્ચે આખું રીનોવેશન કરવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર, તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે. ગુજરાત ખેલ મહાકુંભ ૨૦૨૨ના કાર્યક્રમ દરમ્યાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી.પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડીંગ અને લગાવી પ્રોટેકશન કરાવવામાં આવ્યા હતા. નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડીયમ ખુબ જ જુનું તેમજ જર્જરીત હોઈ તેમજ હાલના તબક્કે કોઈ અકસ્માત ના થાય તે હેતુથી કોઈ પણ ઈવેન્ટ તેમજ જાહેર કાર્યક્રમો કરવા માટે હિતાવહ ન જણાતા હોવાનો સ્ટ્રકચર કનસલ્ટન્ટના અભિપ્રાયને ધ્યાને લેતા સંપૂર્ણ રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના ર્નિણય કરવામાં આવ્યો છે.શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલું ૬૨ વર્ષ જુના સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે ન આપવાનો ર્નિણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જાેકે સ્ટેડિયમમાં આવેલ મેદાનનો ક્રિકેટ તેમજ અન્ય માટે ઉપયોગ થઈ શકશે. એક મહિના અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ ૨૦૨૨નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ ભીડ થઈ હતી અને ત્યારે કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે, સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલોનો આરસીસી ભાગ જર્જરીત હાલતમાં છે. મદ્રાસ આઈઆઈટીના સ્ટ્રકચરલ રીપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડીયમ હવેથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રીપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે.


