નવરાત્રિના તહેવારમાં જાહેર સ્થળોએ પાસ કે ટિકિટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા પરફોર્મન્સ લાઇસન્સ મેળવવા તારીખ ૧૫/૯/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે.
મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની જોગવાઈ હેઠળ જાહેર મનોરંજન કાર્યક્રમ યોજવા માટે પર્ફોર્મન્સ લાઇસન્સ મેળવવાનું રહે છે. જે મુજબ આગામી નવરાત્રીના તહેવારોમાં જાહેર સ્થળોએ પાસ કે ટિકિટ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજવાનું આયોજન કરનારાઓએ આવા કાર્યક્રમ યોજવા પરફોર્મન્સ લાયસન્સ મેળવવાનું રહે છે. આ માટે જૂનાગઢ શહેરમાં કાર્યક્રમ યોજવા માંગતા હોય તેમણે જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટની કચેરીને તથા બાકીના શહેરો માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓને આ માટે નિયત નમૂનાની આધાર પુરાવા સાથેની અરજી તારીખ ૧૫ઈ/૯/૨૦૨૨ સુધીમાં રજૂ કરવા સંબંધ કર્તાઓને જાણ કરવામાં આવે છે.
પર્ફોમન્સ લાયસન્સ મેળવ્યા વગર આ પ્રકારના કાર્યક્રમ યોજનારા સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જેની સંબંધ કર્તાઓને નોંધ લેવા જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
