Gujarat

નવસારીના જ્યુબિલિ ગાર્ડનના નવીનીકરણ માટે ધારાસભ્યે ખાતમૂહૂર્ત કરાવ્યું

નવસારી
ભૂતકાળમાં આ ગાર્ડન પીપપી ધોરણે ખાનગી કંપનીને આપીને તેના મેન્ટેનન્સ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ખાનગી કંપની દ્વારા માત્ર નફાખોરી કરીને બાગમાં કેન્ટીન ચલાવી આર્થિક ફાયદો કરી ગાર્ડનને જર્જરિત થતાં રોકવામાં નિષ્ફળ ગયા હતા. ત્યારે પાલિકાએ આ ગાર્ડન પોતાના હસ્તક લઈને તેને ફરીવાર ૨૮ લાખ રૂપિયા ખર્ચીને નવનિર્મિત કરી નવું રંગ રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભૂતકાળના શાસકોએ ખાનગી કોન્ટ્રાક્ટરને આ ગાર્ડન મેન્ટેનન્સ કરવાની શરતે આપીને તેમનું કચ્ચરઘાણ વાળ્યું હતું. જેથી પાલિકા દ્વારા હવે નવેસરથી આ ગાર્ડનને લોક ઉપયોગી બનાવવા માટે તેનું ખાતમુહુર્ત યોજાયું હતું. જેમાં ગાર્ડન સમિતિના અધ્યક્ષ મીનળ દેસાઈ પાલિકા પ્રમુખ જીગિશ શાહ, ધારાસભ્ય પિયુષ દેસાઈની આગેવાનીમાં એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા સિરવાઈ પાર્કનું ૫૮ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ પાર્કને પણ ખાનગી એજન્સીને મેન્ટેનન્સની સાથે સોંપવામાં આવ્યું હતું. પરંતુ આ પણ જર્જરીત બનતા પાલિકા હવે લોકોની મહેનતની કમાણીના રૂપિયા ગાર્ડન ના નવીનીકરણમાં નાખશે આ ગાર્ડનને યોગ થીમ પર બનાવવામાં આવશે.નવસારી શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે આશરે ૭૫ વર્ષ અગાઉ જ્યુબિલિ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં વખતોવખત સુધારા-વધારા કરીને બાળકોને રમવા માટેના સાધન સહિત નયન રમ્ય બાગનું નિર્માણ કરાવ્યું હતું પરંતુ હાલમાં આ ગાર્ડન જર્જરિત બનતા તેના નવીનીકરણ માટે ૨૮ લાખના ખર્ચે પાલિકા પ્રમુખ સહિત ગાર્ડન સમિતિની ટીમે નવીનીકરણ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *