છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથક છોટાઉદેપુર ખાતે આવેલ નર્સિંગ કોલેજ ખાતે આદિજાતી વિકાસ નિગમના ડીરેક્ટર શ્રી જશુભાઇ રાઠવાની અધ્યક્ષતામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદન ઉત્સવને અનુલક્ષીને યોજાયેલા મહિલા કર્મયોગી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધતા આદિજાતી વિકાસ નિગમના ડીરેક્ટર શ્રી જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, એક બાજુમાં બેઠેલા આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓ કર્મયોગીનુ કામ કરી રહ્યા છે અને બીજી બાજુમાં બેઠેલી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ટૂંક સમયમાં કર્મયોગી બનીને કામ કરવાની છે. એમ જણાવતા કહ્યુ હતુ કે જે બેનો કર્મયોગી બનીને કામ કરી રહી છે અને છેલ્લા ત્રણ વર્ષથી કે જે સમયેપતિ-પત્નિ /પિતા –પુત્ર /મા-દિકરો સાથે નરહી શકે એવા કપરા કોરોના કાળમાં કરેલ કામગીરીની પ્રસંશા કરી હતી અને ડોક્ટરો અને નર્સ બેનોએ કરેલ કામગીરીનું ઋણ આપને કદી ચુકવી શકીએ તેમ નથી. તેઓએ જે કર્મયોગી બેનો ગામડામાં કામ કરે છે તેમને છેવાડાના ગામડાની બેનો સુધી સરકારની મહિલાની યોજના એગેની માહિતી પહોંચાડવા પણ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત એડવોકેટ નરગીસબેને મહિલાઓની નોકરીના સ્થળે થતી જાતિય સતામણી અને જાતિય શોષણથી મહિલાઓના મૂળભુત અધિકારોનો ભંગ થાય છે. તેઓ નોકરીના સ્થળે થતા મહિલાના જાતિય સતામણી અને જાતિય શોષણને ગુના તરીકે જોવાને બદલે સ્ત્રીની ઇજ્જત સાથે જોડી દેવાની માનસિકતાના પરિણામે ન્યાય મેળવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સખી વન સ્ટોપના સંચાલક શ્રીમતી શબાનબેને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી.
૧૮૧-અભયમ હેલ્પલાઇનમાંથી ઉપસ્થિત પ્રતિનિધિએ ૧૮૧-અભયમ હેલ્પલાઇન અંગે વિગતે જાણકારી આપી આ હેલ્પલાઇનનો કોણ ઉપયોગ કરી શકે તેમજ કેવી રીતે ઉપયોગ કરી શકાય એ અંગે માહિતી આપી ૧૮૧-અભયમ એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

