મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે સંત નિરંકારી મિશનના સામાજિક વિભાગ,સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંત નિરંકારી મિશનના તથા સ્થાનિક નાગરિકોએ ૧૩૦ થી વધુ યુનિટનું નિસ્વાર્થ ભાવે રક્તદાન કર્યું હતું.રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,મહીસાગર જિલ્લાની બ્લડબેંકની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ શિબિરનું ઉદ્દઘાટન સંત નિરંકારી મંડળના આદરનીય ઝોનલ ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈ ગડરિયાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.એમને રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી.તમામ રક્તદાતા,આવેલ અતિથિઓ અને ડોકટરોની સાથે આવેલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાના પ્રવચનમાં શ્રી ભૂપેન્દ્રજી મહા.એ કહ્યું હતું કે ૧૯૮૬થી અત્યાર સુધી સંત નિરંકારી મિશન દ્વારા ૭૩૫૯ રક્તદાન શિબિરોનું આયોજન કરેલ છે જેમાં ૧૨,૧૬,૨૧૭ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું છે.

