* નદી-નાળા ઉપર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અને આયોજન વગર ચેકડેમોનું નિમૉણ અને સમાંયાતરે પ્રાથમિક સમારકામ પણ કરવામાં આવ્યું નથી,પછી જળસંચય કેવી રીતે થાય….?
નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના પાણીનો થતો વ્યય થઇ રહ્યો છે,જેમાં તાલુકાભરના નદી-નાળા ઉપર બનાવવામાં આવેલા નાના-મોટા ચેકડેમના દરવાજા પણ બંધ નહીં કરાતાં હજારો લીટર પાણી વહી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ધ્વારા લાખો-કરોડો રૂપિયાનો ખર્ચાઓ કરીને જળસંકટ ટાળવા અને જળનો સંગ્રહ કરવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે.જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાભરની નદી-નાળા ઉપર પાણી-પુરવઠાની યોજના સહિત વિવિધ યોજનાઓમાંથી નાના-મોટા ચેકડેમનું ભૂતકાળના સમયમાં નિમૉણ કરવામાં આવ્યું હતું.જેમાં ચોમાસામાંની સિઝનમાં વરસાદનું પાણી ચેકડેમમાં સંગ્રહ થાય અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુ વિસ્તારમાં આવેલા બોર,મોટર અને કુવાના પાણીના સ્તરમાં વધારો થાય.જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેમજ પશુ-પક્ષી સહિત આમ પ્રજાને પણ જીવનવપરાશ અને ઉનાળાની સિઝનમાં આસાની શુધ્ધ પાણી પીવા માટે મળી રહે.પરંતુ નેત્રંગ તાલુકામાં ચેકડેમ સહિત જળાશયોના કોઈ ઠેકાણા નહીં હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે.
જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાભરના નદી-નાળા ઉપર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અને આયોજન વગર કેટલાક ચેકડેમો બનાવવામાં આવ્યા હતા.નેત્રંગમાં ધોધમાર વરસાદના પગલે ચેકડેમ સહિત આજુબાજુની માટીનું ધોવાણ થઇ જવા પામ્યું છે,જેથી ચેકડેમના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.જ્યારે કેટલાક ચેકડેમમાં ત્રિરાડ અને જજૅરીત થવા છતાં સમાંયાતરે પ્રાથમિક સમારકામ પણ કરવામાં આવ્યું નથી,જેથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઇ રહ્યો છે.જ્યારે તાલુકાભરના નદી-નાળા ઉપર બનાવવામાં આવેલા કેટલાક નાના-મોટા ચેકડેમના દરવાજા પણ બંધ નહીં કરાતાં હજારો લીટર પાણી વહી રહ્યું છે.પરંતુ વહીવટીતંત્ર ઘોર નિદ્રામાં જણાઇ રહ્યું છે.પછી જળસંચય કેવી રીતે થાય તેવું લોકમુખે ચચૉનો વિષય બન્યો છે…?

