Gujarat

નોટબુક ગરીબ બાળકોને અભ્યાસ માટે અર્પણ કરાશે ઃ પ્રવીણ માળી

ડીસા
ડીસામાં ધારાસભ્યએ સ્વાગત માટે નવી શરૂઆત કરી છે. સ્વાગત કરવાં માટે આવતા લોકોને ફૂલહારને બદલી નોટબુકોથી સ્વાગત કરવાનું કહેંતા નોટબુકનો ખડકલો થઈ ગયો છે. આ નોટબુક ગરીબ બાળકોને અભ્યાસ માટે અર્પણ કરવામાં આવશે. ડીસામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણ માળી જંગી બહુમતીથી વિજેતા બન્યા છે. ધારાસભ્ય બન્યા બાદ તેમના શુભચિંતકો ફુલહાર લઈને તેમના સ્વાગત માટે આવે. ત્યારે તેમણે સ્વાગત માટે આવતા લોકોને ફૂલહારને બદલે નોટબુકથી તેમનું સ્વાગત કરવાનો મેસેજ ધારાસભ્યએ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મેસેજ લોકો સુધી પહોંચતા છેલ્લા બે દિવસથી તેમના સ્વાગત માટે આવતાં લોકો નોટબુક લઈને આવતા ધારાસભ્યની ઓફિસમાં નોટબુકનો ખડકલો થઈ ગયો છે. આ નોટબુક ગરીબ બાળકોને અભ્યાસ માટે અર્પણ કરવામાં આવશે. ફૂલહારમાં વેસ્ટ જતા પૈસાનો સદુપયોગ થાય અને ગરીબ બાળકોને પણ અભ્યાસમાં મદદ મળી રહે તે માટે ધારાસભ્યએ લીધેલા આ ર્નિણયને ખૂબ જ સારો આવકારો મળી રહ્યો છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *