Gujarat

પડધરી નજીક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બાઇક ચાલક દેડકડળના યુવકનું મોત નિપજ્યું હતું

પ્રાપ્ય વિગતો મુજબ પડધરી નજીક રાજકોટ જામનગર હાઈવે ઉપર મોવિયા સર્કલ નજીક રોડ ઉપર સાઈડમાં ઉભેલા ટ્રક નં જીજે ૧૨ એટી ૯૩૬૧ ની પાછળ પૂરઝડપે આવતા બાઇક નં. જીજે ૧૦ ડીએલ ૨૫૨૬ ઘૂસી જતાં બાઇક ચાલક મહેશ રાજાભાઈ જીંજુવાડિયનું ( ઉ. વ.૨૦) રે. દેડકડ તા. ધ્રોલ ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતુ બનાવની જાણ થતા પડધરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અકસ્માતમાં યુવકનું મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી મચી ગઇ હતી પડધરી પોલીસે ટ્રક ડ્રાઇવરની ફરિયાદ ઉપરથી મૃતક યુવક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
અહેવાલ – નિખીલ ભોજાણી

Screenshot_20220709-193107_Public.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *