સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના સરપંચ શ્રી ભૌતિક સુહાગીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક લેખિત અરજીમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યના કચ્છ, જુનાગઢ, મોરબી, બનાસકાંઠા, અમરેલી સહિત મોટાભાગના જિલ્લાઓમાં ગાય, ભેંસ સહિત અન્ય પશુઓમાં આ લમ્પી રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેમાં માત્ર અમરેલી જિલ્લામાં જ હજારો પશુઓ મૃત્યુ પામેલ છે, આ રોગને તાત્કાલિક અટકાવવા માટે પશુ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ, પૂરતી દવા અને પૂરતી રસી હોવી જોઈએ, પરંતુ તે ઉપલબ્ધ ન હોવાના કારણે આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે, પશુપાલકોને પશુઓના મૃત્યુના કારણે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, આ પશુપાલકો ગરીબ વર્ગના હોઈ આર્થિક નુકસાની સહન કરી શકે તેમ નથી, જેથી પશુપાલકોને પશુઓના મૃત્યુની સહાય પણ સત્વરે ચૂકવવી જોઈએ, આથી રાજ્યમાં જ્યાં-જ્યાં લમ્પી રોગ છે ત્યાં પૂરતા પ્રમાણમાં ૨સી ઉપલબ્ધ કરાવવા, પૂરતી દવા ઉપલબ્ધ કરાવવા, પશુ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવી, લમ્પી રોગને વધુ ફેલાતો અટકાવવા તથા મૃત્યુ પામેલ પશુઓના માલિકોનો સર્વે કરાવી તેની સહાય ચૂકવવા માટે જરૂરી કાર્યવાહી કરવા પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયાએ માંગણી કરેલ છે
