હાર્દિક કાનાબાર પ્રાચી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી ખાતે આવેલ શ્રી મેલડી માતાજી ના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો
સાત દિવસના ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવી હતી તેમાં જેમાં રોજ રાત્રિના સત્સંગ ધૂન મંડળ તેમજ રાસ મંડળ મહા આરતી બટુક ભોજન તેમજ પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સાતમે દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપા ની વિશાળ શોભા યાત્રા પ્રાચીન એવું શ્રી મેલડીમાના મંદિરેથી પ્રસ્થાન કરી ગામની ગલીઓમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી ભગવાનના મંદિરેથી દર્શન કરી ત્યારબાદ ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
20 વર્ષથી આયોજન કરતા રાવળદેવ કનુભાઈ બચુભાઈ સોઢા તેમના પરિવાર દ્વારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


