પાટણ
પાટણ તાલુકાના સંડેર ગામનાં વતની અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા સેવાભાવી અગ્રણી કરસનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ(ગામી)ના ધર્મપત્ની પ.ભગવદીય પ્રભાવતીબેનશ્રીજી ચરણ પામતા તેમનાં બારમાં પ્રસંગે પરિવારજનો દ્વારા પાટણ જિલ્લાના અનાવાડા સ્થિત દશામાતા મંદિર પરિસર ખાતે કાર્યરત ગૌ સેવા કેન્દ્રમાં બિમાર ગાયોની સેવાકીય કામગીરી અર્થે રૂપિયા પાંચ લાખ એકવીસ હજારનું દાન અર્પણ કરી મૃતકનાં આત્માની શાંતિ માટે કામનાં વ્યક્ત કરવામાં આવી હતી. સ્વ.પ્રભાવતીબેન પટેલનાં આત્માનાં મોક્ષાર્થ પરિવારજનો દ્વારા અનાવાડા ગૌ શાળાને જીવદયાની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરવામાં આવેલા માતબર દાનનો ગૌ શાળા સંચાલકો એ સહર્ષ સ્વિકાર કરી પરિવારજનોની જીવદયાપ્રેમની સરાહના કરી મૃતકનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


