Gujarat

પાટણના રામજી મંદિરમાં રામનવમીની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ શહેરમાં ભદ્ર કચેરી વિસ્તારમાં શ્રી રાઘવેન્દ્ર સરકારનું લગભગ ૮૦૦ વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે . જ્યાં રામનવમીએ ભગવાનની આરતી અને પૂજા કરાઇ હતી. ભગવાનના જન્મનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું. તો રામજી ભગવાનને લાકડાના ઘોડા વાળા સજાવેલા રથમાં આરૂઢ કરાયા હતા. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તિએ લીધો હતો આમ રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો શહેરના ઝીણપોળમાં આવેલ રામજી મંદિર ખાતે પણ રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જે નિમિતે રામજી ભગવાનની કથા યોજાઈ હતી.જેમાં યજમાન પદે પ્રતીક કુમાર ધર્મેન્દ્ર ભાઈ પટેલ અને ધર્મપત્ની પાયલ બેન પ્રતીક કુમાર બેસવાનો લાહવો લીધો હતો .વિસ્તાર ના અને મહોલ્લાના રહીશોએ રામનવમી દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ૮૦૦ વર્ષ જુના રાઘવેન્દ્ર સરકારના રામજી મંદિરમાં ધામધૂમથી શ્રી રામજન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જેના દર્શન પૂજન અને પારણું ઝુલાવવાનો લ્હાવો ભાવિક ભક્તોએ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *