પાટણ
ઉન્નતિ સંસ્થા, પાટણ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનકર્તા રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આર્યુવેદીક હોસ્પિટલના સહયોગથી આર્યુવેદિક ઉકાળાના કેમ્પનું આયોજન કર્યુ હતું. નોંધનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા શાકમાર્કેટ સામે તેમજ શ્યામવિલા ખાતે સોસાયટીના પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને મંત્રી અલ્પેશભાઈ અને હસમુખભાઈ પટેલના સંકલનથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં હારીજ તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈ દેસાઈ, સંસ્થાના સંયોજક અને ભાજપના સક્રિય કાર્યકર્તા અને વકીલ વિજયભાઈ યોગી, શિક્ષક અને સેવાભાવી રમેશભાઈ ઠક્કર, કે એમ પરમાર (વકીલ) અને સંસ્થાના પ્રમુખ પરેશ મકવાણા (એન્જિનિયર)એ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી. નોંધનીય છે કે આજે મંગળવારે ઉકાળા વિતરણના બારમા દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.


