Gujarat

પાટણ-સિદ્ધપુર હાઈવે પર બાઈક ડીવાઈડર સાથે અથડાતા ૧નું મોત

પાટણ
સિદ્ધપુર તાલુકાનાં ફુલપુરા ગામનાં વતની અને સિધ્ધપુર-દેથળી રોડ ઉપર તબેલામાં કામ કરતાં વનરાજજી ઠાકોર અને તેમનાં મિત્ર નવીનભાઇ રે. મોટા વેલોડા તા. સરસ્વતિ બંને લોકો બાઇક લઈને પાટણની ધારપુર હોસ્પિટલમાં નવીનભાઇનાં ભાણાની તબીયત જાેવા માટે આવતા હતા. ત્યારે પાટણ-સિદ્ધપુર હાઇવે ઉપર હાજીપુર ગામ પાસે ડિવાઇડર સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક નવીનભાઇ ડિવાઇડરની પેલી બાજુએ રોડ પર પછડાયા હતા. જેથી તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી તેમજ વનરાજજીને પણ કપાળમાં નાની મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાની ૧૦૮ને જાણ કરતાં તેનાં કર્મચારીએ નવીનભાઇને તપાસતાં તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. વનરાજજીને ૧૦૮ માં ધારપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ અંગે મૃતકનાં વાલી વારસોને જાણ કરાતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વનરાજજીની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પાટણ તાલુકાના સિદ્ધપુર હાઇવે ઉપર આવેલા હાજીપુર ગામ પાસે બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડીવાઇડર સાથે બાઇક અથડાયું હતું. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારનું મોત થયું હતું.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *