આણંદ
પેટલાદ પોલીસ જવાનો પેટ્રોલિંગ હતા જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, પેટલાદ તાઇવાડા ફળીયામાં કેટલાક ઇસમો ટોળુ વળી જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમે છે.આ હકીકત ની ખાનગી રાહે તપાસ કરી બાતમીવાળી પેટલાદ તાઇવાડા ઉંચી શેરીવાળા ફળીયામા પહોંચ્યા હતા. જ્યાં ફરીદ દાઢી તથા જહીર ઉર્ફે બાલા નામના બે શખ્સો પોલીસને જાેઈને ઉશ્કેરાઈ ગયા અને તાડુકયા કે કેમ વારંવાર અમારા ફળીયામા આવો છો ? જ્યાં પોલીસ અને ઈસમો વચ્ચે બોલાચાલી વધતા મામલો બીચકયો હતો. આ દરમિયાન આરોપીઓનું ઉપરાણું લઇ બીજા ઇસમો પણ ત્યાં આવી ગયેલ જેમા ફરીદ દાઢીનો છોકરો તથા વલીયો લંગડો નાઓ પણ ટોળે વળી કહેવા પોલીસને પડકારવા લાગ્યા અને ચારેય ભેગા મળી જાેર જાેરથી બૂમો પાડી સ્થાનિક મહિલાઓને ભેગી કરી મહીલાઓને આગળ કરી મહીલાઓને કહેવા લાગેલા કે, આગળ આવો અને જાતે કપડા ફાડી નાંખો અને આ પોલીસ ઉપર ફરીયાદ કરી અને તેઓને નોકરીમાંથી કઢાવી નાખીશુ. આવી ઉશ્કેરણી કરતા કેટલીક મહીલાઓ આગળ આવી પોલીસ સાથે ભારે બોલાચાલી કરવા લાગી હતી. જે દરમિયાન તકનો લાભ લઇ ફરીદ દાઢી તથા તેનો દીકરો તથા જહીર ઉર્ફે બાલા તેમજ વલીયો લંગડા દ્વારા પોલીસ માણસો સાથે ધક્કા મુક્કી અને ઝપાઝપી કરી અને ગેરકાયદેસર બળપ્રયોગ કરી મહીલાઓને આગળ કરી આ ચારેય જણા ત્યાંથી નાસી ગયા હતા.રાજ્યમાં પોલીસ ઉપર હુમલાના અને બનાવો ગુનેગારોની બેખૌફી કાયદો અને વ્યવસ્થાની બગડી રહેલ પરિસ્થિતિની તરફ ઈશારો કરી રહી છે. પોલીસ કર્મીઓ ઉપર અસામાજિક તત્વોની દાદાગીરી સામાન્ય નાગરિકોની સુરક્ષા પણ ભય હોવાનું પ્રદર્શિત કરી રહી છે. પેટલાદમાં જુગારની બાતમીને આધારે દરોડાની કાર્યવાહી કરવા ગયેલા પોલીસ કર્મીઓ પર હુમલો કરાયો હતો, તેમજ મહિલાઓને આગળ કરી ખોટા આક્ષેપો થકી તેમને નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકીઓ આપી આરોપીઓ ફરાર થઇ ગયા.


