Gujarat

પ્રથમ ટીમને ૫૦૦૦, બીજા ટીમને ૨૫૦૦ અને બીજી ટીમને ૧૨૫૦ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાઇ

જૂનાગઢ જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩ના સાંસ્કૃતિક કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટીમોને ભાગ લીધેલ હતો. પ્રથમ આવેલ ટીમેને ૫૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર અને બીજા નંબરે આવેલ ટીમને ૨૫૦૦ રોકડ પુસ્કાર અને ત્રીજા ક્રમે આવેલ ટીમને ૧૨૫૦ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાઇ છે.

આ તકે નાયબ નિયામક શ્રી દુષ્યંત વી ભટ્ટ, ભૂતનાથ મંદિરના મહંત શ્રી તેમજ ઉમેદભાઇ ગામી  તથા દાદુભાઈ પાનેરા હાજર રહ્યા હતા. તથા નિર્ણાયક તરીકે ખ્યતિબેન્ન ચલોરા ,તથા સ્નેહા બેન જેઠવા, હંસા જીંજવડિયા હાજર રહ્યા હતા. તેમજ હર્ષદ વાજા, અનકભાઇ ભૂકન, પ્રતાપસિંહ પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ૧૪૦ જેટલા ભાઈઓ-બહેનોને ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *