હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી શ્રી જય ભાવની સૈક્ષણિક સંકુલ ખાતે રક્ષાબંધન નિમિતે જય ભાવની સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા રાખડી સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં સ્કૂલ ના કુલ 837 બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થી ઓ દ્વારા અવનવી રાખડી ઓ બનાવી હતી જેનો વાલીઓ એ કલાદર્શન નો લાભ લીધો હતો તેમજ શાળા ના સંચાલક અલ્પેશભાઈ જાદવ દ્વારા રક્ષાબંધન વિસે માહિતી આપી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના તમામ શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી


