શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૩૮૬/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેમાં બગસરા ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે આઠ ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૩,૮૩૦/- તથા જુદી જુદી કંપીનીના મોબાઇલ નંગ-૦૬ જેની કુલ કિ.રૂ.૧૬,૪૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩૦,૨૩૦/-ના જુગાર લગત સાહિત્ય સાથે નવેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ*
આ કામે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૩,૮૩૦/- તથા જુદી જુદી કંપીનીના મોબાઇલ નંગ -૦૬ જેની કુલ કિ.રૂ. ૧૬,૪૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩૦,૨૩૦/- કબ્જે કરવામાં આવેલ છે.
*આરોપી*
(૧)ચેતનભાઇ દલસુખભાઇ કુંભાર ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.બગસરા અમરપરા બસ સ્ટેશન પાસે તા.બગસરા જી.અમરેલી
(૨)વિનોદભાઇ બાબુભાઇ કુંભાર ઉ.વ.૪૪ ધંધો.મજુરી રહે. બગસરા અમરપરા બસ સ્ટેશન પાસે તા.બગસરાજી.અમરેલી
(3)મહેશભાઇ વિરાભાઇ કારેટ ઉ.વ.૩૨ ધંધો.માલઢોરનો રહે.બગસરા શીવાજી ચોક તા.બગસરા જી.અમરેલી
(૪)મહેન્દ્રભાઇ પિતાંબરભાઇ બોરીચા ઉ.વ.૪૬ ધંધો.વેપાર રહે.બગસરા અમરપરા તા.બગસરા જી.અમરેલી
(૫)મનસુખભાઇ વાલજીભાઇ કુંભાર ઉ.૫૮ ધંધો.મજુરી રહે.બગસરા અમરપરા તા.બગસરા જી.અમરેલી
(૬)કુમારભાઇ હરીભાઇ શીંગારે ઉ.વ.૪૩ ધંધો.મજુરી રહે.બગસરા અમરપરાતા.બગસરા જી.અમરેલી
(૭)સુરેશભાઇ ઠાકરશીભાઇ સોનદ્રા ઉ.વ.૪૯ ધંધો.મજુરી રહે.બગસરા તીરુપતી સોસા. બગસરા તા.બગસરા જી.અમરેલી
(૮)ચેતનભાઇ ભીખાભાઇ કુંભાર ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.બગસરા અમરપરા તા.બગસરા જી.અમરેલી
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. જયરાજસિહ રાઠોડ તથા પો.કોન્સ. અજયદાન લાંગાવદરા તથા પો.કોન્સ. કરણસિંહ રાઠોડ તથા પો.કોન્સ. સંજયભાઇ ખાડક તથા પો.કોન્સ. કનુભાઇ બાંભણીયા તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

