Gujarat

બારડોલીમાં માલધારી સમાજ દ્વારા બંધનું એલાન, લડતને સમર્થન વેપારીઓ દ્વારા આપી માર્કેટ રખાયું બંધ

બારડોલી
માલધારી સમાજ દ્વારા ચાલી રહેલી લડતની અસર સુરત જિલ્લામાં પણ જાેવા મળી હતી. જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેને પગલે બજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું. ઢોર નિયંત્રણ બિલ બાબતે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આક્રોશના મૂડમાં છે. માલધારી સમાજની લડતના પડઘા સુરત જિલ્લામાં પણ પડ્યા હતા. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વ્યાપારી મથક ગણાતા મઢી ગામે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા વ્યાપારીઓને સમર્થન માટે શાંતિપૂર્ણ રીતે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સમસ્ત મઢી બજાર બંધમાં જાેડાયું હતું. માલધારી સમાજ દ્વારા સવારે દુકાનો નહીં ખુલે એ માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો પણ કર્યા હતા. ઢોર નિયંત્રણ બિલ સરકાર પાછુ લે તેમજ ગૌચર ઉપર થયેલા દબાણ પણ પશુઓ માટે ખુલ્લા કરવામાં આવે એવી પણ માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *