Gujarat

બોટાદના પિકવાન પલટી મારી જતા દારૂના બોક્સ રોડ પર રેલાયા; પોલીસ દ્વારા તપાસ શરૂ

બોટાદ
પાળીયાદના પીપળીયા ગામ પાસે દારૂ ભરેલ પિકઅપ વાન પલટી મારી જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાનું આવ્યું બહાર આવ્યું છે. પાળીયાદ પોલીસને જાણ થતાં પોલીસ દ્રારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પીપળીયા ગામ પાસે રાત્રીના સમયે પસાર થતા પિકઅપ વાનના ડ્રાયવર દ્રારા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ઘટના બની હતી. પિકઅપ વાન રોડની એક બાજુ ઉતરી જતાની સાથે જ તેમાં ભરેલા બોક્સ રોડની બાજુમાં ખાઈમાં જાેવા મળ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્રારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પીકઅપ વાન પલટી મારી ગયા બાદ હાલ, તો ડ્રાયવર ફરાર હોય તેવું પોલીસ દ્રારા તપાસમાં બહાર આવ્યું છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *