Gujarat

બોટાદ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ-મહામંત્રીનું લિબાળી ખાતે સન્માન કરાયું

બોટાદ
બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગઢડા તાલુકાના ઈતરિયા ગામના યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લાના પૂર્વ મહામંત્રી અરવિંદ વનાળિયાની વરણી કરવામાં આવી છે. જેને લઈને ગઢડા તાલુકાના લિબાળી ગામ ખાતે નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સાથે નવનિયુક્ત જિલ્લા ભાજપ મહામંત્રી ગૌતમ ખસિયાનું પણ સન્માન આગેવાનો તેમજ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા લિબાળી ગામના આગેવાન અને પૂર્વ બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વલજીભાઈ જાદવ સહિત અન્ય યુવા આગેવાનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા જહેમત હાથ ધરવામાં આવી હતી.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *