Gujarat

બોટાદ જીલ્લામાં વીજચોરી ઝડપવા PGVCL નો નવતર પ્રયોગ

વીજચોરી ઝડપવા PGVCL એ ડ્રોન કેમેરા નો ઉપયોગ કર્યો,૧૩૧ ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા,૬૪.૭ લાખનો દંડ ફટકાર્યો
બોટાદ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી હેઠળ તારીખ ૨૧-૩-૨૦૨૨ થી તારીખ ૨૫-૩-૨૦૨૨ સુધી રોજ વર્તુળ કચેરી ડ્રાઇવ અંતર્ગત બોટાદ જિલ્લા પી.જી.વી.સી.એલ.અધિક્ષક પી.જે.મહેતા ના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના બોટાદ,બરવાળા,રાણપુર,ગઢડા,ઢસા તેમજ ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામમાં ઘર વપરાશના વાણિજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક વીજ જોડાણો પોલીસ તેમજ.એસ.એર.પી.ને સાથે રાખી કુલ ૫૭ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ફુલ ૮૩૩ જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવેલ જેમાં થી કુલ ૧૩૧ જેટલા વીજગ્રાહકોને વીજચોરી કરતાં ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં અંદાજે રૂ ૬૪.૭ લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યો હતો જયારે આ અંગે વધુમાં બોટાદ જિલ્લા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક પી.જેમહેતા ના જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે ચોરો ને વીજચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેઓ ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજ જોડાણોની તપાસ કરવામાં આવેલી શહેર થી દુર એવા દુર્ગમ વિસ્તારોમાં આ વખતે બોટાદ જિલ્લા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક પી.જે મહેતા ના માર્ગદર્શન હેઠળ ડ્રોન દ્વારા ખાણ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું હતું હવે પછી રાત્રી દરમિયાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે તેમજ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરો ને બક્ષવામાં નહીં આવે જેથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે બોટાદ જીલ્લા અધિક્ષક પી.જે.મહેતા દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા વિનંતી કરી છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220326-191336.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *