Gujarat

બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ૧૦થી ૧૨ હજાર મણ આવક, ખેડૂતોને હરાજીના સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

બોટાદ
સોરાષ્ટ્‌ના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ. રોજની અહીંયા ૧૦થી ૧૨ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. અને ખેડૂતોને હરાજીના ભાવ રૂ.૧૫૦૦થી ૨૧૦૦ સુધી મળી રહ્યા છે. આગામી દિવસોમાં યાર્ડમાં ૧ લાખ મણ કપાસની આવક થશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુખ્યત્વે કપાસનું વાવેતર કરતા જાેવા મળે છે. ત્યારે સોરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ બોટાદમાં આવેલુ છે. જ્યાં સીઝનમાં ૧ લાખ મણ કપાસની આવક થતી હોય છે અને ખેડુતો બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી કપાસ વેચવા માટે આવતા હોય છે. ત્યારે હાલ છેલ્લા ૧૦ દિવસથી અહીંયા કપાસ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. જ્યાં રોજની ૧૦થી ૧૨ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. અને હરાજીમાં ખેડૂતોને રૂ. ૧૫૦૦થી ૨૧૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોને સારો ભાવ મળતા આનંદ જાેવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ યાર્ડમાં આગામી દિવસોમાં કપાસની મોટી સંખ્યામાં આવક થશે તેવી શકયતાઓ રહેલી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *