Gujarat

બોડેલી-ડભોઇ રોડ પર પાટણા પાસે ઈકો ગાડી પર ઝાડ પડ્યું,સદનસીબે કોઈ જાનહાની નહીં  ડ્રાઇવર સહિત મુસાફરો નો આબાદ બચાવ

બોડેલી થી વડોદરા જોડતા હાઇવે પર અને ખાસ કરીને બોડેલી થી ગામડી વચ્ચે વારંવાર અકસ્માતના બનાવ બનતા રહ્યા છે. ક્યારે સ્પીડ બ્રેકરને લઈને અકસ્માત થાય છે તો ક્યારેક વૃક્ષો પડે છે અને અકસ્માત સર્જાય છે ત્યારે વધુ એક અકસ્માત બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે હાઈવે પર બન્યો હતો વડોદરા તરફથી મુસાફરો ભરીને બોડેલી તરફ આવી રહેલી ઇકો ગાડી પર વૃક્ષ પડ્યું હતું ઈકો ગાડીને નુકસાન થયું હતું જોકે સદનસીબે ડ્રાઇવર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો આજુબાજુ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ બચાવ ની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220707-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *