Gujarat

 બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી શિક્ષકો સાફ સફાઈ કરાવી કચરો નાખવા મોકલ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં જિલ્લા માં ચકચાર  શિક્ષણ શું આ રીતે આગળ વધશે તેવા અનેક સવાલો સવાલો. ?

    બોડેલી તાલુકાના ભાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકને બદલે સાવરના ડોલ જોવા મળતો વિડીયો થયો વાયરલ
શાળા માં બાળકો ભણવા જતાં હોય છે અને ત્યાં ભણી ગણી ને બાળકો પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે.પણ જે શિક્ષકોએ બાળકોને શિક્ષણ આપવાનું હોય તેને બદલે સાફસફાઈ કરાવતા હોય ત્યારે ગામડા નુ શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તેનો બોલતો પુરાવો વાઈરલ થયેલા વિડિયો દ્વારા જોવા મળી રહ્યો છે.
   બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળામાં  વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના પાણેજ ગામની પ્રાથમિક શાળા માં બાળકો ના હાથ માં પુસ્તકના બદલે હાથમાં ડોલ સાવરણી,વિગેરે  જોવા મળી રહી છે. જિલ્લામાં ખૂબ જ ઝડપથી વાઈરલ થયેલા ફોટા અને વિડિયો ને લઈને  વાલીઓ માં રોષ ની લાગણી જોવા મળી છે.
   છોટાઉદેપુર જિલ્લામાં આ વિડિઓને લઈ સવાલ ઘણા ઉભા થઇ રહ્યા છે . ગુજરાત માં શિક્ષણ શું આ રીતે આગળ વધશે તેવો સવાલ બાળકોના વાલીઓ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220726-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *