Gujarat

બોડેલી તાલુકા ના યુવક અને યુવતીના મૃતદેહો હાલોલ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી કમરે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી

પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના તાડકાછલા ગામ નો વીસ વર્ષનો યુવક અને બોડેલી નજીક આવેલા ગેડીયા ગામની ૧૭ વર્ષીય યુવતી ના મૃતદેહો હાલોલ પાસેથી નર્મદાની મુખ્ય નહેરમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી
બોડેલી પાસેથી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલમાં  બે દિવસ પહેલા યુવક અને યુવતીની લાશ બાંધેલી હાલતમાં તણાઈ આવી હતી જે પાણીના પ્રવાહમાં આગળ વધીને હાલોલ તાલુકાના ગજાપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં દુપટ્ટા વડે બંધાયેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા વડોદરા ની ફાયર ટીમ દ્વારા એક કલાક કરતાં વધુ સમયની જહેમત બાદ મૃતદેહને હાલોલ તાલુકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ મૃતદેહ બોડેલી તાલુકામાં થી પાણીના તેજ પ્રવાહમાં વહી ને વાઘોડિયા તાલુકાના રામેશરા પાસેથી પસાર થઈને હાલોલ તાલુકાના ગજાપુરા ગામ પાસે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220420-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *