બોડેલી તાલુકા નું ખેરકુવા ગામ માં કેટલાક ગામો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે, અહીંયા વર્ષો થી જ પીવાના પાણી સમસ્યાનો વિકટ સામનો અહીં વસતા લોકો કરવો પડે છે. અહીં આવેલા મોટાભાગના બોર, કુવા, હેન્ડપંપ ,ચેકડેમ સુકાઈ ગયા છે. જેને પગલે ત્યાં ગરીબ આદિવાસીઓએ પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ ગામમાં બે ૩ હેન્ડપમ્પમાં જ પાણી આવતું હોવાને લઈને ગ્રામજનો ધગધગતા તાપમાં પોતાના નાના બાળકો સાથે એક બેડાં પાણી માટે કલાકો ઉભા રહેવાની નોબત આવે છે તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે પણ હજુ કેટલાય ગામો એવા છે, કે જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવીને તેવી જ છે. જયારે ત્યાંના સ્થાનિક વ્યક્તિઓના કહેવા મુજબ વારમ વાર પાણી પુરવઠા વિભાગ ને રજુવાત કરવા છતાંય અધિકારી એ ખેરકૂવા માં પાણી સમસ્યા નુ નિરાકાર નથી લાવવામાં આવતું હવે જોવાનું એ રહ્યું કે બોડેલી તાલુકાના ખેરકુવા ગામને અને આજુબાજુના બીજા ગામને પાણી ની સુવિધા કરવામાં આવશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે ?
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


