Gujarat

બોડેલી નગર માં ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના`,  સાથે બાપ્પાની વિદાય આપવા માં આવી,   મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા  અને ત્યારબાદ `ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના` સહિતના જય ઘોષ કર્યા હતા.    

બોડેલી નગર સહિત  તાલુકામાં પાછલા 10 દિવસથી આતિથ્ય માની રહેલા  ગણેશ જી ને વાજતે ગાજતે ડીજે ના તાલે શોભાયાત્રા કાઢી નગરમાં ફેરવી ઝાખરપુરા  તેમજ કકરોલીયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
    આ પ્રસંગે વહીવટી તંત્ર દ્વારા તરાપા, તરવૈયા, ફાયર ફાઈટર, દોરડા,લાઈટો વગેરે તમામ વ્યવસ્થા ની ગોઠવણ કરી રાખી હતી અને શોભાયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગ રૂપે સેકંડો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને DYSP એ વી કાટકર તેમજ પી એસ આઈ એ એસ સરવૈયા પણ દિવસ ભર સ્ટેન્ડ બાય રહ્યા હતા
     શોભાયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડી હતી અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી
      આજ રોજ બપોરના પછી બોડેલી નગર માં  ડીજે ના તાલે વાજતે ગાજતે ટ્રેકટરો માં ગણેશ જી ની શોભાયાત્રા નીકળી  હતી શોભાયાત્રા સમગ્ર નગરમાં ઢોકલીયા , બોડેલી નગર અલીપુરા,  વગેરે વિસ્તારો માં ફરી સેવાસદન થઈ ઝાંખર પુરા તળાવ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220909172749.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *