છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં આજે સવારે 7:00 વાગ્યાના અરસામાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી લઈ વરસવાનું શરૂ કર્યું અને સતત એકધારું વરસવાનું ચાલુ રાખતા જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ છ વાગ્યા સુધીમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે બોડેલી અલીપુરા, ઢોકલીયા સહિત નજીકના મંજીપુરા, ચાચક, અને ચારોલા ગામમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ જતા પોલીસ તંત્ર ને થોડીવાર માટે રસ્તો પણ બંધ કરાવવા ની ફરજ પડી હતી જોકે થોડીવારમાં પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો. પરંતુ અલીપુરાની રામનગર સાધના નગર ગંગાનગર જેવી વિવિધ સોસાયટીઓ સાથે ઢોકળીયા ના રજિયાનગર તેમજ દીવાનફળીયા વિસ્તારમાં લગભગ ઘુટણસમા પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ રજીયાનગર અને દિવાન ફળિયા વિસ્તારમાં રહીશો ફસાઈ જતા તેઓને તંત્ર દ્વારા રેશ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
બોટ દ્વારા ndrf ની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
બોડેલી વિસ્તારમાં સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લઈ વરસવાનું શરૂ કરી ઠેરઠેર પાણી ભરાઈ જતા બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ, મામલતદાર રાજેશભાઈ ભટોળ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ સરવૈયા પોતાના સ્ટાફના માણસો સાથે ફરી પરિસ્થિતિનો તાગ મેળવી ઘટતી કાર્યવાહી કરવા સતત નજર રાખી રહ્યા છે અને ઢોકલીયાનાં રજા નગર તેમજ દિવાનફળીયા વિસ્તારમાં પાણી માં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવા એક બોટ સાથે ૧૦ તરવૈયા યુવાનો ની ટીમ તેમજ છોટાઉદેપુર નગર પાલિકા નાં ફાયર વિભાગના નાં જવાનોની ટીમ મોકલી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


