છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગર માં ગત રવિવાર ના રોજ 21 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઉપર ભારે અસર થવા પામી હતી જેને લઈને નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાઈ હતી તેમજ ઘર પરીવારો નો સામાન ઘર વખરી તેમજ અનાજ પણ તણાઈ જતાં બોડેલી ના સેવાભાવી બોડેલી ના રેતી લીઝ ધારકો દ્વારા આ અસર ગ્રસ્ત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 600 થી વધુ વ્યક્તિઓ નું જમણવાર કરીને તેમણે જમાડવામાં આવ્યા હતા જેમાં બોડેલી ના દીવાન ફળીયા, વર્ધમાન નગર, રઝાનગર ના રહીશો સૌથી વધારે અસર ગ્રસ્ત થવા પામ્યા હતા જેને લઈને ઢોકલીયાના લીઝ ધારક ગોવિંદભાઇ , જગદીશભાઈ ઢોકલીયા સરપંચ મહેશભાઈ બારીયા, વિજયભાઈ સહીત આગેવાનો દ્વારા ઉમદા સેવા કાર્ય કરવામાં આવતા અસર ગ્રસ્ત ઓ માં રાહત અનુભવાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

